રાખી છે
જાણો માણો આજે આવી પોલીસી એ રાખી છે.
ચાખી લીધો સ્વાદ પછી ક્યાં જાશો, એ ખુમારી છે.
ઊભા ઊભા થાકી જાશો બેન્ચ સામે આપી છે
નાની મોટી તકરારો તો કાયમ અહીંયા ચાલી છે.
મૌન હવે પાળોનો સંદેશો ફેલાવે એતો ને,
તારી મારી વાતો કરવાની પાછી આઝાદી છે.
ઉડતાં પંખી પાડે એવી વિદ્યા શીખીને એણે,
પાણી સૌનું માપી લીધું, દીધી સૌને માફી છે.
દરિયે દીધો સાદ પછી રોકાવાની ત્યાં વાત નથી,
નાની નૌકાને થોડી હિંમત એની તો સાથી છે.
લેખા જોખા કરવાની તક મળશે ત્યારે શું કરશો?
વાવ્યું તેવું પામ્યા જાણી કાજલ આજે હાંફી છે.
જીવન આખુંયે વેઠ કરી'તી દુઃખ એનાં ભૂલીને,
સુખ દુઃખનો તાળો મળતા આરામ અહીંયા બાકી છે.
ગાગાગાગા ગાગાગાગા ગાગાગાગા ગાગાગા
"કાજલ"
કિરણ પિયુષ શાહ