“કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે,”
અલ્યા નાહકના મરો બધા મથી મથી રે...ટેક.
મનથી માનેલ કહે બધાય મારા, માની લે જીવડા તારા કે મારા;
સ્વાર્થ વિના પ્રીતિ કોઈ કરતું નથી રે...કોઈ૦ ૧
આ મારી દીકરી ને આ મારી માત છે, આ મારી ઘરવાળી ને આ મારો બાપ છે;
મુઆની સંગાથે કોઈ જતું નથી રે...કોઈ૦ ૨
જનની જનેતાએ જન્મ રે દીધો, પાળી પોષીને તને મોટેરો કીધો;
પરણ્યા પછી માતા સામું જોતો નથી રે...કોઈ૦ ૩
કેટલાંક ગયાં ને કેટલાંક જવાનાં, ના કોઈ રહ્યાં ને ના કોઈ રહેવાનાં;
ગયાં એના કોઈ સમાચાર નથી રે...કોઈ૦ ૪
સ્વયંપ્રકાશ કહે હરિને ભજી લ્યો, માનવનો દેહ મળ્યો ફેરો સુધારી લો;
તારા સાચા સંગાથી પ્રભુ વિના નથી રે...કોઈ
🙏🏻