છેતરપિંડીના દાવ તો તું બધા ખેલતો ગયો
પણ સાચો ખેલ તો પડદાં પાછળ મારો શ્યામ રમતો ગયો
તને જ્યારે જ્યારે લાગ્યું તું જીતતો ગયો
મારો હરિ તો આખી બાજી પલટતો ગયો
કપટથી જીતી લીધી જ્યારે તે પૂરી ચોપાટ
ત્યારે મારો મુરલીધર તો મારી લાજ સાચવતો ગયો
મુંઝાણો હું મારા જ પોતાનાઓની વચ્ચે
ત્યારે મારો ચક્રધારી ગીતા રચતો ગયો
મને લાગ્યું કે હું હારી ગયો
ત્યારે કૃષ્ણ વગર હથિયારે મને જીતાડતો ગયો
ખેલ તો પડદાં પાછળ મારો શ્યામ રમતો ગયો
યોગી
-Dave Yogita