રત્નગર્ભાને ખોળે મળ્યા હિરા,પન્ના,સ્યમંતક સમા છે,
શયદા છું કે મિત્રો મારા મઝાના છે...
ઘટની ઘટમાળે ભેખડો તો ભેંકાર છે,
પણ શયદા છું કે મિત્રો મારા મઝાના છે...
બુદ્ધિના બલાહક તો પયોધર પ્રિતના છે,
શયદા છું કે મિત્રો મારા મઝાના છે...
ખેચર ખલકના તો માળી મકતબના છે,
શયદા છું કે મિત્રો મારા મઝાના છે...
અસ્કર અણીના તો પીર આળસુના છે,
શયદા છું કે મિત્રો મારા મઝાના છે...
દ્રુમ દક્ષતાના તો નંદ વૈશાખના છે,
શયદા છું કે મિત્રો મારા મઝાના છે...
વદે "કમલ" ગુણ કેમ કરી વદવા એમના?
મિથ્યા યત્નો કલમે શાહીના દરીયા ઉલેચવાના છે...
બસ,શયદા છું કે મિત્રો મારા મઝાના છે...
💕💕💕
-Kamlesh