લોકો મને કહે છે તું મારું સાસરુ મારુ સાસરુ કર્યા કરે છે.
એવું તે શું છે તારા સાસરામાં?
તો સાંભળો
જ્યાં સુધી વહેલા આવજો એમ ના કહું ત્યાં સુધી જેની આંખો દરવાજા સામે
રહે છે
એવો છે મારો પરણ્યો
જેની સવાર મારી ચા વગર નથી પડતી એવા છે મારા સાસુ
વાહ ભાભી તમારા ભજીયામાં તો અજબ જ ટેસ્ટ છે એવી કોમેન્ટ પાસ કરનારા છે મારા નણંદ
આ મારા મામી છે એ વાત માટે ઝઘડો કરે છે એવા છે મારા ભાણેજડા પરિવારના કોઈ પણ સભ્ય માથે ભાર ના આવે એવું ધ્યાન રાખનારા છે મારા સસરા
આવું છે સ્વર્ગ જેવું મારું સાસરુ
તો બોલો કેમ ના કરું મારા સાસરા ના વખાણ..
હવે કોઈને કાંઈ કહેવું?
-NIDHI .R. KHIMSURIYA