હે ઈશ્વર! મને ખબર છે
મારા જીવનનો છેલ્લો દાવ તું ખેલી જાય છે
બધા ખેલ કરતા મને તારો આ ખેલ ગમી જાય છે
સુખ અને દુઃખ વચ્ચે
મને જીવાડી જાય છે
મારા જીવનનો છેલ્લો દાવ તું ખેલી જાય છે
બધાની રમત વચ્ચે પણ
મને ખેલાડી બનાવી જાય છે
મારા જીવનનો છેલ્લો દાવ તું ખેલી જાય છે
હું હારી જાવ એ પહેલા
તું જ તો મને જીતાડી જાય છે
મારા જીવનનો છેલ્લો દાવ તું ખેલી જાય છે
મારી શંકામાં પણ
મને તું સમાધાન દેખાડી જાય છે
મારા જીવનનો છેલ્લો દાવ તું ખેલી જાય છે
અંધારી રાત વચ્ચે પણ
મને રોજ નવો ઉમ્મીદનો સૂરજ દેખાડી જાય છે
મારા જીવનનો છેલ્લો દાવ તું ખેલી જાય છે
અંતમાં,
આમ તો આ છેલ્લો તારો દાવ જ મને ઉગારી જાય છે
મારી શ્રદ્ધા અને વિશ્વાસમાં મને જીવાડી જાય છે
-Dave Yogita