"વાઘ દિવસ"
વાઘ દિવસે વાઘ નથી
નથી હવે કોઈની દહાડ
સત્તા આગળ શાણપણ નહીં
વિપક્ષો થયા બેકાર
વાઘનું ચામડું ઓઢીને
ફરી રહ્યા છે શૂરવીર
સમય આવ્યે ખબર પડે
આતો વાઘ નથી, છે ખર
બુધ્ધિ વગરની વાતો
મારતા જાય ડંફાસ
દુનિયામાં આવા આવા
કેટલા બધા ડફોળ!
વિપક્ષો પણ કરે છે
બહુ બહુ દેકાર
એકબીજામાં જોતા
કેવા કેવા ચોર!
ભારતના સત્તાધિશો
ઘર ભરવા તૈયાર
વિપક્ષો સાથે મળીને
પ્રજાને કરે અન્યાય
આવા આવા કારસો
હમણાંના તો નથી જ!
આઝાદી મળી ત્યારથી
દીઠાં છે આપણે ચોર
ક્યારેક જાગશે વાઘ
કરશે મોટી દહાડ
અમીતા બહેનને કહીએ
બોલાવે એમનો વાઘ
વાઘ વગરના જંગલો
શહેરમાં દેખાય મીંદડી
તોફાનો થાય ત્યારે
મ્યાઉં મ્યાઉં કરતા ઘરે
જમાનો બદલાયો
જોઈએ ફિલ્મી ટાઈગર
આવા બનાવટી ટાઈગરથી
આપણે રહેતા ખુશ
ક્યારેક જાગશે વાધ
કરશે મોટી દહાડ...
આળસ મરડીને ઊભો થશે!
સાચુકલો વાઘ 🐅🐅🐯
- કૌશિક દવે