હાલાત
આશરો આજ મળે ક્યાંય વિચારી હાલાત,
ખાસ આધાર થકી થઇ છે બિચારી હાલાત.
કેટલું કામ થયું કોઈ અહીં સમજાવો.
કાલની વાત કરો આજ સ્વીકારી હાલત.
છે ખુશી આજ ઘણી કેમ કહું એ સૌને?
લાગણી ખાસ હતી તોય નકારી હાલાત.
ધારણા ધાર અહીં માન મળે જો અનહદ,
ત્યાં પછી હાથ લઈ જોઈ તમારી હાલાત.
માંગવું આજ હરિ આમ ધરી ઝોળી ત્યાં,
ગીરવે મૂકી બધું માન, ભિખારી હાલાત?
કારણો આમ ઘણા જોઈ શકો છો તો પણ,
વાયદો પાળ કહીં જીદ, અમારી હાલાત.
ભીજવી જાય અહીં આંખ ભરી કેમ કહું?
ચાલશે દિલથી અહીં સ્નેહ, નિતારી હાલાત.©
ગાલગા ગાલલગા ગાલલગા ગાગાગા/ગાલલગા
કાજલ
કિરણ પિયુષ શાહ