વ્યથા ની પ્રથાની કથા શું કહેવાની?
હૃદયના કોઈક ખૂણે એ જફા તો રહેવાની...
સંઘરવાનું હતું એના કરતાં વધારે જ સંઘરી બેઠાં...
હવે ભાર લાગે મનમાં તો એ પીડા તો સહેવાની...
કાળ ગમે તે હોય જો વળગેલો હોય સ્મૃતિમાં...
તો પછી ક્ષણ ને માણવાની ક્ષણો ક્યાં મળવાની...
હું અને મારું જડબેસલાક હોય છે સંબંધોમાં...
હવે જગ્યા રહે પ્રેમ માટેની ત્યાં જ દુનિયા મહેકવાની...
ફાવતો નથી દરેક માણસ જિંદગીની સફરમાં...
જેની જેવી વૃત્તિ હશે, એવી જ કૃતિ ભજવવાની....
-Tru...