અરે મેઘા! ખરો છે તુ તો!
હજુ ગઈ કાલે તો કહ્યું મેં તને,
વરસ અનરાધાર, પણ નહીં કર નુકસાન.
ખબર છે મને કે આમાં વાંક નથી તારો.
આ તો છે માનવીની જ ભૂલનો વરતારો!
પણ શાને વરસે છે તુ રાત્રે ધોધમાર...
જાય છે અંધારામાં અબોલ પશુના જીવ અને તણાય છે ગરીબોના ઘરબાર...
વરસ તુ તારે દિવસે વરસવુ હોય એટલું...
અજવાળે તક તો મળશે બચાવવાની કોઈને...
-Tr. Mrs. Snehal Jani