"પૂર્ણપુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણે ૧૧ વર્ષ અને ૫૨ દિવસ ગોકુળ માં લીલાઓ કરી ને ત્યાર બાદ મથુરા જવા તૈયાર થયા એ સમયે ગોકુળ વાસી એમાં પણ ખાસ કરીને ગોપીઓ ના વિરહની વેદના ની કલ્પના કૃતિ"......
પૂછે છે ગોકુળ ની નાર, હે કા'ન આમ માયા લગાડી ને ક્યાં વય જાવ છો...?
તારી મોરલી ના સૂરે અમે એવી ઘેલી કે દોડી છી ઘરે છોકરા ને રોતા મેલી;
હે રડતા ને હસાવનાર આમ આમને રોતા મેલી ને ક્યાં વય જાવ છો...?
અમે દધિમંથન કરી તારે માટે ને પછી છુપાઈને ઊભા રહી તારી વાટે;
હે માખણ ચોર આમ અમારા ચિત્ત ને ચોરી ને ક્યાં વય જાવ છો...?
આમ તો તારી લીલાઓ છે હજારો ને અમને છે બસ એક એનો જ સહારો;
હે જગત નાં સહારા અમને આમ નિઃસહાય મેલી ને ક્યાં વય જાવ છો...?
અમે કેમ જીવીએ તારાં વિના અમે તો સાવ નોંધારા તારા વિના;
હે નોંધારા નો આધાર અમને નોંધારા મેલી ને ક્યાં વય જાવ છો...?
તારાં પ્રેમ નાં ઘા રૂઝાતા નથી ને આ વિરહની વેદના ક્યાં આપો છો !
હે સહુ નાં દુઃખ દુર કરનાર આમ અમને દુઃખી મેલી ને ક્યાં વય જાવ છો...?
ત્યારે સ્મિત કરી બોલ્યો હશે શામળો કે વાત મારી તમે સૌ સાંભળો.....
"તમે સૌ તો છો જ્યોતિ અને હું છું અંજવાળું! માટે યાદ રાખો 'જ્યોતિ' થી ક્યારેય દૂર ન હોય અંજવાળું".....!