*કવિ શ્રી દાદ ની ખુબ સરસ રચના... કેટલી સરળ ભાષા!! શ્રદ્ધા અને સંતોષની પરમ અનુભૂતિ...*
*'નહીં ઓછું વધુ કંઈ લઉં*,
*પ્રભુ તું આપે એટલું લઉં'*.
*'મોંઘા હોય તો ય મોતી ખવાય નહીં*
*ખાય સૌ બાજરો ને ઘઉં*,
*મિલના માલિકથી તાકા પે'રાય નહીં સવા ગજ પ્હેરે સૌ*,
*પ્રભુ તું આપે એટલું લઉં'*..
*'સમંદર પીધે પ્યાસ બુઝે નહીં*
*અપચો થઈ જાય બઉ*,
*મીઠડું નાનું ઝરણું મળે તો અમૃત ઘુંટડા લઉં*,
*પ્રભુ તું આપે એટલું લઉં'*...
*'ઘરના ગોખમાં પ્રભુ મળે તો હાલું શીદ ગાઉ ના ગાઉ*,
*"દાદ" કહે પ્રભુ તારી દુનિયામાં તું રાખે તેમ રહું .*
*પ્રભુ તું આપે એટલું લઉં'*....
-Megha