*ઈમોજી.....*
આજકાલ બદલાયો વ્યવહાર
રૂબરૂમાં નહીં
સોશ્યિલ મિડિયામાં મચી ધૂમ ..
વાત વાતે સેન્ડે...અરે મોકલે...
ઈમોજી ને સ્ટીકરનાં ઢગલા
હસવું કે રડવું સમજાય નહીં..
જાત જાત ને ભાત ભાતનાં ઈમોજી
શબ્દોનું સ્થાન ખુંચવી બેઠાં..
ગમ્યું લાઈક કર્યું..
થમ્બ બતાવ્યો..
ચહેરાના વિવિધ હાવ ભાવ
કે લાગણીનું પ્રદર્શન
બધું બતાવે ઈમોજી..
તમને ન સમજાય
તો કહેશે...
પીજી...
ન સમજ્યાં?
અરે!
પુઅર ગાય..
ગાય એટલે શિંગડા વાળી નહીં
જો જો હો તમે
પાછાં ગેરસમજ ન કરતાં..
ગાય...અંગ્રેજીમાં ..માણસ.
ગરીબ માણસ નહીં.. રે..
બિચારો ......
હવે તકલીફના આપો મગજને
જે છે સ્વીકારી લો
નહીં તો..
આવશે નવાં ઈમોજી...
અરે! તોબા તમારા ઈમોજીથી..
ના!
વાહ...નવા ઈમોજી...
ગુડ વન.. બરાબર ને?©
"કાજલ"
કિરણ પિયુષ શાહ