સુપ્રભાત મિત્રો!ચંદ્ર વિષય સાંભળતા જ બધાને ગઈકાલે આપણા દેશએ મેળવેલી સિદ્ધિ યાદ આવે. ગઈકાલએ ભારતએ ચંદ્રયાન- 3 લોન્ચ કર્યું. આ બાબત આપણા ભરતીઓ માટે ગર્વ લેવા જેવી વાત છે
આ મિશન ડો.ઋતુ કરિધાલ શ્રીવાસ્તવના મંગળયાન મિશનમાં પણ કૌશલ્યનું પ્રદર્શન કરી ચુક્યા છે અને હવે ચંદ્રયાન-3ની સફળતા માટે ઉડાન ભરી છે. ડો.ઋતુ કરિધાલ શ્રીવાસ્તવ આ મિશનના ડાયરેક્ટર તરીકે ભૂમિકા ભજવી. આ વાત એક સ્ત્રી તરીકે ગર્વ લેવા જેવી છે. એક સ્ત્રી ધારે તો શું ન કરી શકે?
રોકેટ પણ ઉડાડી શકે,દેશ પણ ચલાવી શકે. ફરી સાબિત થઈ ગયું કે નારી શક્તિ જિંદાબાદ.
આ બધી માહિતી તમને ઈનટરનેટ પરથી મળી રહેશે. મારે તો થોડી હાસ્યની વાત કરવી છે.
આપણે નાના હતા ત્યારે કેવા ચંદ્રને જોઈ ચાંદામામા, ચાંદામામા કહી ખુશ થઈ જતાં હતાં. હા, પછી ચાંદામામા એ રૂપ બદલ્યું મોટા થયા એટલે આપણને ચાંદમાં બધાનેસનમ દેખાવા લાગ્યા. હા, આપણા ભારતીઓને કંઈ ઘટે નહિ.
થોડા વરસો પછી ખબર પડી કે આ ચાંદ ઉપર તો માણસ રહી પણ શકે છે. હવે એ દિવસો દૂર નથી એયને આપણે ચાંદ ઉપર બેઠા હોઈશું અને ચાંદ પરથી પૃથ્વી પર રહેતા આપણા સગા સંબંધીઓને હાય હેલ્લો કરતા હોઈશું. કેવી મજા આવશે?? અમે તો ચાંદ પર પહોંચી ગયા.. બધાને ફોન કરીને કહેવાની મજા અને અને એક એક સ્પેસ શટલ બધાના ફળિયામાં પાર્ક થયેલું જોવા મળશે.
આમતો તમને બધાને ખબર જ હશે તો પણ તમારા બધાની જાણકારી માટે એક વાત કહી દઉ કે ઘણા લોકોએ તો ચાંદ પર જમીન પણ ખરીદવા લાગ્યા છે. પેલો હિરો સુશાંતસિંહ એને પણ ચાંદ પર જમીન ખરીદી હતી.હું આમપણ એને રૂબરૂ મળવા અને પૂછવા જવાની જ હતી કે આ ચાંદ પર જમીન કેવીરીતે મળે છે? દસ્તાવેજ ક્યાં બને છે? ચાંદ પર કોની સરકાર ચાલે છે? વિધા કે એકર નો ભાવ શું ચાલે છે? ત્યાં તો બિચારો દુનિયા છોડી જતો રહ્યો..મારો ક્રશ હતો..સુશાંત..કેટલો હેન્ડસમ...યાર. "we all love you ..miss you always Sushant sinh Rajput.." એ તો ચાલ્યો ગયો.
આપણે આ ચાંદની વાત કરીએ તો મને તો એ નથી સમજાતું કે આ ચાંદ છે કોની માલિકીનો?જમીન કોણ વહેંચે છે?? તમને કોઈને ખબર હોય તો કહેજો હો?
હજી એક વાત કહેવાની તમને રહી જાય એ પહેલા કહી દઉ કે આ ચાંદ પર તો બરોબર છે આપણે બધા જઈશું. પણ આજકાલ ચોમાસામાં તો ધરતીના રસ્તા ચાંદ જેવા લાગે છે કે નહિ?? મને તો રોજ ચાંદ પર ચાલતી હોય એવી જ ફિલિંગ આવે છે. આ તો ખાલી તમને કીધું હો!! આપણે દોસ્ત છીએ એટલે વાત શેર કરી.
બીજી હજી એક વાત મે પહેલા પણ આ વાત લખી છે. કે આપણે ચાંદ પર પહોંચી ગયા પણ હજુ ગ્રહદશામાં માનીએ છીએ. થોડું વિચિત્ર છે હે ને? હજુ એ જ અંધશ્રધ્ધામાં જીવીએ છીએ. બધાને હજુ આ ગ્રહ નડે છે. આપણે મંગળ પર પણ પહોંચી જઈશું પણ મંગળ મળવાનો બંધ કોઈને નહિ થાય.
જવાદો એ બધી વાતો, આજે તો ખુશીનો દિવસ છે આપણા બધા માટે કે ISRO ની ચંદ્રયાન-૩ની સિદ્ધિ આપના ભારતીયો માટે ગર્વની વાત છે...આમ જ હમેશાં આપણો દેશ પ્રગતિ કરતો રહે એ મંગલકામના સાથે...જય હિન્દ......જય હિન્દ...જય હિન્દ..
અસ્તુ....
મહાદેવ હર.
યોગી