પ્રાર્થના
પ્રભુ એટલું આપજો, કુટુંબ પોષણ થાય,
ભૂખ્યા કોઇ સૂવે નહિ,સાધુ સંત સમાય,
અતિથિ ભોંઠો નવ પડે,આશ્રિત નવ દુભાય,
જે આવે મમ આંગણે, આશિષ દેતો જાય.
સ્વભાવ એવો આપજો,સૌ ઇચ્છે મમ હિત,
શત્રુ ઇચ્છે મિત્રતા, પડોશી ઇચ્છે પ્રિત,
વિચાર વાણી વર્તને,સૌનો પામું પ્રેમ ,
સગાં સ્નેહિ કે શત્રુનું, ઇચ્છું કુશળ-ક્ષેમ.
🙏