તારી યાદ તારી હાજરી પુરાવી જાય છે,
મનમાં શ્વસતો તું સ્વપ્ને ક્યારેક આવી જાય છે,
લાગણીના અતિરેકમાં પાંપણે આંસુ આવી જાય છે,
દર્દીલું તારું જીવન અમને ઘણું શીખવી જાય છે,
તારો હસતો ચહેરો હિમ્મત આપી જાય છે,
સંગાથની સઘળી યાદો હૈયું વલોવી જાય છે,
મન તને જોવા ખુબ તડપી જાય છે,
ભાઈ! તું જ્યાં પણ રહે તારી આત્માને શાંતિ મળે એ શબ્દો સરી જાય છે.
-Falguni Dost