મારો વ્હાલમ ને વાદળી હરખા ભૈ,
મનાવું તો લગીરેય માને નૈ.
વગડાની વાટો ને, ઊડતી આ લૂ,
સૂની ધરતીના નિસાસા ખુબ.
આકરી છે બપોરની બળબળતી લૂ,
સહી સહી ને થાકી રે હું.
મારો વ્હાલમને -----
આવીને ગઈ ઓલી અષાઢી બીજ,
તોયે ના ઉતરી રોયા તારી રીસ.
પેલા મેહુલિયાને જઈને કહો,
રીસામણા તો ઓછા કરે.
મારા વ્હાલમને -----
મારેય રિસાવાના કોડ ઘણા,
મનાવે તું એ હોંશ ઘણા.
તું હેતેથી ધોધમાર વરસી જા,
મારા વ્હાલમના રીસામણા મનાવી જા.
મારો વ્હાલમને ----