અશક્યતાનાં વમળમાં શું કામ ફસવું?
ડગલું ભર્યું જ છે તો શું કામ પાછળ ખસવું ?
સરળતાથી જે કંઈ મળતું ,લાગે એ તો સસ્તું,
મહેનતથી મેળવવા ,શું કામ ન કમર કસવું?
મરજીવાને ડૂબકીઓથી ડરવું પોષાય ના!
જીતનું મોતી પામવા,શું કામ ન જાત ઘસવું?
ધરતી ફાડી વૃક્ષ થા,વૃક્ષ નહીં તો છોડ થા!
માર્ગે આવતાં અવરોધો પર,શું કામ ન હસવું?
તારા પરાજયની જ રાહ જોઈ બેઠા હોય લોકો,
તો જયમાળા પહેરવા ,શું કામ ન આગળ ધસવું?
✍️ સરગમ
-Priyanka Chauhan