"બાળ ગીત"
ગીત મજાનું ગાવું છે,ગીત મજાનું ગાવું છે.
હાથીભાઈ સાથે રમવું છે,ઘોડાભાઈ ની સાથે દોડવું છે.
ચકી બેન ને બોલાવો, ચકા ભાઈ ને સાથે લાવો.
આવો મારી સાથે રમવા,ધીંગા મસ્તી કરવા.
ગીત મજાનું ગાવું છે,ગીત મજાનું ગાવું છે.
વાઘ દીપડા આવશે,રીંછ ને સાથે લાવશે.
કોયલબેન ગીત મધુર ગાશે,મોર સાથે નાચશે.
વાંદરા ભાઈ ગુલાટી મારશે,બધાં ની સાથે બાજસે.
ગીત મજાનું ગાવું છે.ગીત મજાનું ગાવું છે,
મારૂ બાળપણ આવું છે,ચાંદા મામા સાથે જાવું છે.
"સ્વયમભુ" બની હરખાવું છે..ગીત મજાનું ગાવું છે..ગીત મજાનું ગાવું છે,
-અશ્વિન રાઠોડ - સ્વયમભુ