છુપી શક્તિ છે તારા નામમાં કોઈ
કામ પૂરાં થાય છે મારા અધૂરા હોઈ
જ્યારે જ્યારે મુખમાં આવે તારુ નામ
મારા તો રોમે રોમમાં ખીલી ઉઠે તું જ રામ
શું કહું હું તને મારા જીવનની વાત?
તું તો સર્વ જાણે છે મારા ભગવાન
જ્યારે જ્યારે દુનિયા છોડી દે મારો સાથ
ત્યારે ત્યારે તું જ ઝાલી લે છે મારો હાથ
પ્રેમ તારો મારા રોમ રોમમાં છે
તારા નામથી જ તો પાર પડે છે મારા સર્વે કામ
હું વિચારું છું નામ લઉ છું તારુ તારા માટે રામ
આજ ખબર પડી તું જ ચલાવે છે મારા શ્વાસ
તારી પૂજા કરતા તને પ્રેમ કરવાની મજા આવે છે
કેમકે, તું જ તો વસે છે મારા તન,મનમાં રામ....
અંતમાં,
મારો આ પ્રેમ તારા ચરણોમાં સ્વીકારી લે જે
તારી મીરા માન કે ન માન, આ શબરીને સ્વીકારી લેજે.....
આવીને ક્યારેક તો મારા બોલ પણ સાંભળી જજે,
તારા દર્શનની મારી આશ પણ પૂરી કરતો જજે........
યોગી
-Dave Yogita