આપી
કારણો ઝાઝા મળી જાશે નકારી,
વાત કરવાનું બહાનું આજ આપી.
ભીડ ભાંગી પીડ ભૂલાવી હરિએ
પ્રેમથી ઝોળી હવે છલકાય મારી.
મનથી ચાહ્યું આંગણે આવી શકું પણ,
ત્યાં કસમ આપી પરાણે રોકી રાખી.
ભક્ત ઊભો દ્વાર તારે આશ લઈને,
હાથ ઝાલી પાર ઉતારો ને માજી.
બંધ આંખોમાં છબી એ સાચવી ને,
મન મગજ યૂદ્ધે ચડે, મળશે શું ઝાંખી?
શબ્દ તારાં તીર સમ વીંધાય ઉરથી
આજ લાગ્યું પ્રેમ રૂપી ઢાલ કાચી.
માની મમતા પણ વટાવી થાય મગરૂર.
સ્વાર્થમાં એ આંધળો થ્યો જોઈ ભાગી.©
ગાલગાગા ગાલગાગા ગાલગાગા
કાજલ
કિરણ પિયુષ શાહ