*કાંચળી....*
સમારંભમાં સૌ સાથે હસતી
અંદર ઉઠતી પીડાની ટીસ દબાવતા
આસપાસ નજર કરી
સામે મિત્રોથી ઘેરાયેલ
સતત હસતો હસાવતો
આજની સ્પર્ધાની વિજેતા જોડીનો કલાકાર
મેડ ફોર ઈંચ અધર
હોઠ સહેજ વંકાયા...
માય ફૂટ...
હાથમાંની ટ્રોફી વધારે મજબુતીથી પકડી..
એની નજર સામે દિવાલ પર
ફ્રેમમાં મઢેલ સાપની કાંચળી
સાપની ખાલ બદલાય દુનિયા જુએ
પણ આ માનવીની જાત
પળે પળે કાંચળી બદલે..
અચાનક....
પાછળ કોઈએ હાથ મૂક્યો
ના ચાહવા છતાં એક ચિત્કાર
બધાંની નજર એની તરફ
એની લાલ આંખોમાં
ગુસ્સો દેખાયો
પણ લાચાર
અને
હાસ્યના આવરણ નીચે
સંતાડેલ સત્ય
આવરણ તોડી બહાર ધસમસ્યું
ચહેરા પરનો સુખી દંપતીનો નકાબ
લીરેલીરા
આઝાદીના ભાવ સાથે
એક હાશકારો.©
"કાજલ"
કિરણ પિયુષ શાહ