ઓ જીંદગી, જે તારી જોડે કરવાની હતી, આપણી એ વાત અધૂરી રહી ગઈ.
ભર તડકામાં પડછાયો એક સાથી તો હતો, અંધારુ શું થયું કે એકલતા હાવી થઈ ગઈ.
લાવ્યા'તા ગુલાબ ઈઝહાર-એ-ઈશ્ક કરવા, નજર ચૂક્યા તો ખાલી ડાળ હાથમા રહી ગઈ.
બેઠા હતાં ચાંદનો હાથ પકડીને છત પર, જરા આંખ મીંચાણી ને રાત આખી વહી ગઈ.
- તેજસ