ખોવાયેલી જિંદગી
પ્રભુ કૃપાથી મળી આ જિંદગી,
કેટકેટલાય અવરોધો પાર કર્યા જિંદગી એ,
તો પણ કશુંક મેળવવાની આસમાં,
ખોવાઈ છે મારી જીંદગી.
મારા મારા કરતા પણ મારા ન થયા કોઈ,
સારી જીંદગી જીવવાની લ્હાયમાં,
કૈક ના સપના ચકનાચૂર,
આ વેદનામાં ખોવાઈ છે મારી જીંદગી.
હવે તો એક જ છે આસ ઓ મારા પ્રભુ,
તું ક્યારેક તો રહેમ કરીશ મારી ઉપર,
બસ ! એ જ આસમાં ખોવાઈ છે મારી જીંદગી.
- હરેશ ચાવડા "હરી" ગાંધીનગર