તારા હાથમાં મારો હાથ,
વિતેલી ક્ષણો જીવી લઈએ..
અનુભવના ઘૂંટડા કડવા રહ્યા,
અનર્થોના અર્થ શોધી લઈએ..
અહમ ના અ ને પડતો મુકી,
દિલની વાતો સમજી લઈએ..
સુખ દુઃખની તડકી છાયમાં,
જીવતરની પળો માણી લઈએ..
આ ખોવાયેલી જિંદગીમાં પણ,
હસવાનું કારણ શોધી લઈએ..
સૂર્યાસ્ત પછી સૂર્યોદય થાય,
આશાની કિરણો શોધી લઈએ..
પદ પ્રતિષ્ઠા ને નેવે મૂકી,
બાળપણની યાદો તાજી કરીએ...
વાત કરવાના બહાના શોધી,
રૂઠેલાને પણ મનાવી લઈએ...
Darshu Radhe Radhe