રહ્યા વરસાદમાં
સુખ બધાં સળગી રહ્યા વરસાદમાં.
દુઃખમાં પણ મલકી રહ્યા વરસાદમાં.
સાવ કોરી પાટી જેવું મન છતાં,
આંખથી પલળી રહ્યા વરસાદમાં.
લાગ આવે ઘર જઈને જોઈ લો,
સંગ સૌ વળગી રહ્યા વરસાદમાં.
પાંદડાં વરસાદ ઝીલી સંઘરી,
બસ પછી ધબકી રહ્યા વરસાદમાં.
આંક મોટો ખૂબ મોટો થાય ત્યાં,
લોક પણ અટકી રહ્યા વરસાદમાં.
થાય ધકધક દિલ છતાં આઘાતથી,
શોધવા ભટકી રહ્યા વરસાદમાં.
ભાર મૂકી છાતી પર ચાલ્યા ગયા,
ને પછી ઉચકી રહ્યા વરસાદમાં. ©
ગાલગાગા ગાલગાગા ગાલગા
કાજલ
કિરણ પિયુષ શાહ