મિત્રો...
પુરુષ ની આંખોમાં જયારે આંશુ જોવો ત્યારે તેને ગંભીરતાથી લેજો.
પહાડ જયારે પીગળવા લાગે
ત્યારે મોટી દુર્ઘટના બનવા ના સંકેત સમજી લેજો.
જીવનસાથીની કિંમત સમજો.
તેની વિદાય પછી કોઈ પણ વ્યક્તિ બે કારણ થી રડતી હોય છે.
એક..તો તેની સાથે કરેલ અન્યાય અને અશોભનીય વર્તન. અને બીજું કારણ એ વ્યક્તિ સાથે સ્વર્ગીય આનંદ થી પણ ઉત્તમ પસાર કરેલ સમય ને યાદ કરીને પણ આંખો રડતી હોય છે.
તેથી જીંદગી આનંદ થી જીવો જે છે તે પર્યાપ્ત છે. સંતોષ રાખો સમય કોઈ ની રાહ જોતો નથી સારો સમય હંમેશા જલ્દી પસાર થાય છે. દુઃખ ના દિવસો ધીરે ધીરે પસાર થાય છે એ યાદ રાખવું
માતાપિતાથી મહાન બીજું કોઈ નથી આ સૃષ્ટી પર.....
જીવનસાથી સિવાય બીજું કોઈ અંગત નથી આ સૃષ્ટી પર..
હરેશ ચાવડા "હરી" ગાંધીનગર