લોકોની વાત સાંભળી ,સમાજ ની વાતમાં આવીને પોતાની જિંદગીનો સાચો આનંદ આજનો માનવ પોતાને ખોઈ રહ્યો છે.
પણ શા માટે? લોકો થી ડરીને જીવન જીવવું ના જોઈએ સમાજના નિયમ રહીને જીવીએ એ બરાબર,પણ લોકો કહે તેમ તમારી.રહેણી કરણી કરવી એ યોગ્ય નથી?
તમને ફાવતું હોય તે કરો,તમારી ઈચ્છા મુજબ જીવો.આ ઉંમરે આ ના ખવાય,આ ના પહેરાય,એ વિચારવું જરૂરી નથી.આત્મા ક્યારેય ઘરડો થઈ જતો નથી,એની ઈચ્છા હોય તે મુજબ જીવો ખૂબ જીવન જીવવાની મજા આવશે.તમે.સિંગલ હોય તો પણ શું થયું તમે પણ નોર્મલ લાઈફ જીવો ,તમારી જીંદગી,તમારા પૈસા અને ફેંસલો લોકો કરે એ કેટલું યોગ્ય છે? જીવન વારે,વારે નથી મળવાનું માટે જે સમય છે એને મન ભરીને જીવી લો. ખૂબ આનંદ માણી શકશો.
પોતાની.જિંદગીનો માર્ગ.તમે.જાતે પસંદ કરો.
-Bhanuben Prajapati