*હસ્તાક્ષરનું અક્ષયપાત્ર*
—————————
🌷આપણે એમ માનતાં શીખીએ કેઃ આપણે દઈને ઉપકાર નથી કરતાં પણ લેનાર લઈને આપણી ઉપર ઉપકાર કરે છે!
🌷ફૂલ બીજા માટે ખીલે છે, ઝાડ પરાર્થે જીવ છે, નદી પરાર્થે વહે છે, ગાય દૂધ આપે છે, કૂતરા સેવા કરે છે, પરન્તુ માનવી બધાથી ઊંચો છે, પાંચ ઇંદ્રિય સાથે મન - બુદ્ધિ - વાણી - વિચાર પણ છે, તે શું કરે છે? જમણો હાથ આપે, તેની ખબર ડાબાને ન પડવી જોઈએ. એ રીતે સૌ આપીશું - લઈશું, તો જ સાચા રાહે જઈશું.
🌷કુદરતે તક આપી છે - ધન આપ્યું છે - સમય આપ્યો છે, તો આપો, નિઃસ્વાર્થ ભાવે આપો, દાન આપો, સેવા આપો, ધન આપો, કશી ય આશા - અપેક્ષા રાખ્યા વિના પેલાં ઝાડની જેમ, ફૂલની જેમ, વહેતી નદીની જેમ આપો! બસ આપ્યા જ કરો, નિર્વ્યાજ આપો, લેનાર - દેનાર ઉભયને સુખ તથા આનંદ થાય, તેમ આપો.
🌷માનવધર્મનો સૌથી પરમ અર્થ છેઃ સૌની સાથે ભલાઈનો વ્યવહાર, સત્ય - પ્રેમ અને સંયમ.
*- પૂ. પંન્યાસશ્રી ભદ્રંકરવિજયજી મ. સા.*