કેમ કરી મનાઉં હું 'ફાધર્સ ડે'?
પૂરતો નથી આ એક દિવસ પપ્પા,
કહેવાને તમને 'હેપી ફાધર્સ ડે'.
અસ્તિત્વ મારું આ ધરતી પર છે હજુય,
સાબિતિ છે તમારા વ્હાલભર્યાં ઉછેરની.
છું દીકરી છતાંય વ્હાલી તમને સદાય.
આપ્યું તમે દુનિયાનું જ્ઞાન મને,
શીખવી દુનિયાદારી.
કેળવ્યો વાંચનનો શોખ મારામાં,
ઉચ્ચ વિચારો મારા આપને આભારી.
કરું છું પ્રયત્ન જીવવાનો તમારી જેમ,
રાખી કેટલાંક સિદ્ધાંતો જીવનમાં.
છતાંય ખોટ પડે છે તમારી ક્યાંક ને ક્યાંક.
શું નથી કોઈ એવી વ્યવસ્થા,
કે હોય જરુર તમારી ને આવી શકો તમે મારી પાસે?
ભલે મેળવીશ જીંદગી મજાની,
તમારી ખોટ તો રહેશે સદાય.
Miss you papa😢
-Mrs. Snehal Rajan Jani