કેમ ટકરાયું તું ગોકુળ ગુજરાતે,
જોતા'તા સર્વજન શમણાં મધરાતે.
આવ્યું છે તો હવે આતિથ્ય માણ,
તું પણ ગુજરાતીઓનું ખમીર જાણ.
ન સમજ અમને તું અફળ અનાથ,
કને અમારી બેઠો જગ્ગનાથ.
જીવતર છે તારું બે દિ ને બે રાત,
ઉગશે ફરી એક નવલું પ્રભાત.
જીરવીને તારી આપેલી આ ઘાત,
ચમકી ઉઠશે આ ગરવી ગુજરાત.
- વેદ ત્રિવેદી
-Dr.Sharadkumar K Trivedi