આ ઘોરસે ઘમરોળશે છાપ એની છોડાવશે!
આ બિપરજોય કંઇક નવું કરાવશે..!
દરિયામાં ઊંચા ઊંચા મોજાઓ ઉછળાવશે.!
ઘમ ઘોર, ઘન ઘોર પવનો ફૂકાવશે.!
આ બીપરજોય કંઇક નવું કરાવશે..!
વાવાઝોડા સાથે વરસાદ વરસાવશે!
તારાજીનું મોટું ત્રાંડવ કરાવશે..!
આ બીપરજોય કંઇક નવું કરાવશે..!
અવળા સવળા માણસોની ફેર બદલ કરાવશે!
ધુળ ડમરી ને સુસવાટા બોલાવશે..!
આ બિપરજોય કંઇક નવું કરાવશે..!
છતાં અજવાળે અંધારા કરાવશે!
વગર પાણી એ બધાં ને નવરાવશે..!
આ બિપરજોય કંઇક નવું કરાવશે..!
આ બિપરજોય એની કેહર વર્તાવશે!
માણસને સાનમાં સમજાવશે..!
સમજું બની ફરી માણસ"સ્વયમભુ"અણ સમજું બની જાશે..!
આ બિપરજોય કંઇક નવું કરાવશે..!
-અશ્વિન રાઠોડ - સ્વયમભુ