એક છોકરીને જોઈ , મારામાં બેઠી વસંત,
સ્વીકારું છું (૨) છે એ મને બહુ પસંદ.
ઝાંઝરની જેમ એનું રણઝણવું,
ઝરણાંની જેમ એનું ખળખળવું.
મોહી લે છે (૨) મારું મતવાલું મન,
સ્વીકારું છું (૨) છે એ મને બહુ પસંદ.
એ તો જાણે મોગરાની મહેંક,
વાતો એની ચકલીની ચહેક.
ભૂલાવે છે (૨) મને બધા નિયમ,
સ્વીકારું છું (૨) છે એ મને બહુ પસંદ.
હૈયે મારા ,પ્રેમની કૂંપળ ફૂટે,
સાદગી એની ,હૃદય મારું લૂંટે.
જીવવું છે (૨) એની સાથે આખું જીવન,
સ્વીકારું છું (૨) છે એ મને બહુ પસંદ.
એક છોકરીને જોઈ મારામાં બેઠી વસંત.
છે એ મને બહુ પસંદ....
✍️ સરગમ
-Priyanka Chauhan