પ્રીત ગલીમાં પગલાં પડ્યાં જ્યારથી,
બધું પ્યારું પ્યારું ,લાગે મને ત્યારથી.
ઊઘડતી ઉષા બની મને એ જગાડતી,
આથમતી સાંજે વાતો કરવા બોલાવતી...
પ્રીત ગલીમાં પગલાં પડ્યાં જ્યારથી
બધું પ્યારું પ્યારું ,લાગે મને ત્યારથી.
ઘેરાતું વાદળ,આંખોમાં કાજળ આંજતી,
થતો હું પાગલ , વ્હાલ વરસાદે ભીંજવતી...
પ્રીત ગલીમાં પગલાં પડ્યાં જ્યારથી,
બધું પ્યારું પ્યારું ,લાગે મને ત્યારથી.
નાનકડી બિંદી એની મન મારું મોહતી,
મેઘધનુષી આંચલ આભ બની ઓઢાવતી...
પ્રીત ગલીમાં પગલાં પડ્યાં જ્યારથી,
બધું પ્યારું પ્યારું ,લાગે મને ત્યારથી.
✍️ સરગમ
-Priyanka Chauhan