મન થાય તારું નામ રાખું ગુલાલ,
નામ લેતાં તારું ,મુખ થાય લાલ.
મન થાય તારું નામ રાખું ગુલાબ,
મળે તું જ્યારે મ્હેકી ઉઠે સબાબ.
મન થાય તને નામ દઉં ઝાકળ,
સ્પર્શથી તારા,બંધાય મારામાં વાદળ.
મન થાય તને નામ ધરું જવાબ,
તારા પર આવી, ખત્મ થાય સવાલ.
મન થાય તારું નામ રાખું સાહિલ,
લહેરો બની ચૂમી,પ્રેમ કરું જાહિર.
✍️ સરગમ
-Priyanka Chauhan