*ખાલીપો/એકલતા*
એક ઓરડાથી બીજાં ઓરડામાં
કારણવગરનાં આટાંફેરા...
ટીવી ચેનલનું અમથું અમથું સર્ફિંગ
દિવસમાં કેટલીવાર
ફોન ચાલુ છે એ જોવું..
મોબાઈલ હાથમાં લઈ ચેક કરવું...
કોઈ મેસેજ .....
કદાચ કોઈ મીસકોલ...
પણ...ના!
કાળાપાણીની સજા પામેલ કેદી જેવી માનસિકતાથી..
ફળફળતા નિશ્વાસ નાખ્યા કરે..
ફેમીલી આલ્બમની તસ્વીરોને
કયાંય સુધી એકીટશે જોયા કરે ..
આંખમાં ઝાંખપ વળે ત્યાં સુધી...
પણ..
આ બધું કરવા છતાં...
સમય તો કીડીવેગે જ ચાલતો...
એ જૂના દિવસો જયાં
સમય પાંખ પહેરી ઊડતો હતો..
કાશ ...
આજ પણ..
પણ બધું ઈચ્છવા પ્રમાણે થોડું થાય..
એટલે જ એકાંત એકલતા બની
ડંસવા લાગ્યું..
ભીતરનો કોલાહલ હવે કયાં સંભળાય?
ચારેબાજુ શાંતિ જ શાંતિ
અને
ભીતર ખાલીપાના બાણ વાગ્યા કરે...©
"કાજલ"
કિરણ પિયુષ શાહ