*ડબલાં* લેખ
આ જિંદગી એક ડબલાં જેવી બનીને રહી ગઈ છે..
આ વાત ૧૯૫૫ થી ૧૯૭૦ જન્મ થયો હોય એ લોકોની હાલત ડબલાં જેવી થઈ ગઈ છે..
જન્મ લીધાં પછી મા- બાપ કહે આમ કરો તેમ કરો... આ રીતે કપડાં પહેરો... આ ખાવ તે ખાવ.. આમ બધાં જ નિતી નિયમો ને બધાં સલાહ સૂચનો થકી બાળપણ પૂર્ણ થયું ને યૌવન માંડ્યા પગલાં ત્યાં શિક્ષકોની સલાહ સૂચનો ને મોટા ભાઈ ને બહેન ની જો હુકમી ચાલતી કે આમ જીવવાનું ને આમ રેહવાનુ... બસ સલાહ... સલાહ... સલાહ.... 🤔
ભણતર પૂરું થયું ને લગ્ન થયાં ને સાસરિયામાં પગ મૂક્યો ત્યાં સાસરીમાં મર્યાદા જાળવજો ને નિતી નિયમો પ્રમાણે જીવવાની સલાહ સૂચનો આપ્યાં જ કરે.. 😭
સંતાનો થયાં ને એટલે વધુ સલાહ છોકરાં આમ ઉછેરાય ને તેમ ઉછેરાય..
આપણી મરજી મુજબ ક્યાંય જીવાય નહીં... 😡
છોકરાં મોટા થયા ને એટલે એમની સલાહ સૂચનો કે આમ કપડાં પહેર ને આમ તૈયાર રહે ને મારાં મિત્રો સામે આ પ્રમાણે ન બોલ મારી ઈજ્જત ખરાબ થાય છે.. 😥
સંતાનો પરણે એટલે ઓર સલાહ તમને જીવતાં નથી આવડતું ને તમારું મોં હસતું નથી હોતું ને સવાર પડે તમારી ફરિયાદ ચાલુ થઈ જાય છે અમારો દિવસ બગડે છે..
પછી.... આમ બોલો... અરે નાં તેમ બોલો... માપમાં બોલો..
આ ખાવામાં પણ તમારી કચકચ બહું છે.. અધધધધધધધધધધધ ભાષણ....
સલાહ સૂચનો...
બિચારું મન ગભરાઈને જીવતે જીવ મરી જાય છે ને રહી જાય છે હરતી ફરતી લાશ...
દુનિયાને બતાવવા હસો કહે ત્યારે હસવાનું ને તૈયાર થઈ સોશિયલ મીડિયામાં ફોટા મુકવાનાં હેપી ફેમિલી..
માય લવ ફેમિલી...
બિચારો જીવ ડબલાં જેવો બનીને રહી જાય છે...
વાર તહેવારે રંગ રોગાન થાય છે...
પચાસ થી સાહીઠ વર્ષ નાં દરેક નર નારીની વ્યથા ને જિંદગી ડબલાં જેવી થઈ ગઈ છે..
ચારેકોર ગોબા જ ગોબા છે...
કોને બતાવવા ને કોને કહેવાય..?
*દુઃખી ના મનની વ્યથા*
*અજ્ઞાત*
🖋️👈🖋️👈🖋️👈🖋️👈🖋️👈