હવે આવને, ના ટટળાવ ને.
માની જાને, આવી જાને.
મેહુલિયા આવને.
આકરી છે ઉનાળાની બળબળતી લું,
યાદ કરીને તને ઝંખે છે સહુ,
માટે ભાવ ના ખા હવે બહુ .
માની જાને, આવી જાને,
મેહુલિયા આવને.
ગામના તળાવ તને બોલાવે ખાસ,
પેલા કુવા ને વાવને પણ તારી છે આશ,
નાના બાલુડા તારી ઝંખે છે વાટ.
માની જાને, ના ટટળાવને,
આવી જાને, મેહુલિયા આવ ને.