માને છે?
દબાણ ખૂબ વધારે હતું એ માને છે?
જરાક વાર હતી ને દિમાગ ફાટે છે?
સમાજ સાથ હવે આપશેજ શ્રદ્ધાથી,
રિવાજ સાવ અલગ લાગતાંજ ભાગે છે.
જરાક શ્વાસ હેઠો બેસવા દે વાલમ તું,
વખાણ આજ કરી વાત આજ સામે છે.
રખાય આજ શરત પ્રથમ પ્રેમમાં ત્યારે,
જણાવ પ્રેમ અને હોડ શબ્દ સાથે છે?
મશાલ હાથ ધરી દૂર થાય અંધારું,
પ્રયાસ ખૂબ સરસ લાગતોય ભારે છે.
અપાર પ્રેમ છતાં જાગતી હતી શંકા,
છતાંય જાદુ અહીં લાગણીનો ચાલે છે.
એ હોઠે રાવ હતી જાણવા છતાં વ્હાલી,
પહેલ આજ કરી ભેદ ભૂલી ચાહે છે.©
લગાલ ગાલલગા ગાલગાલ ગાગાગા/ગાલલગા
કાજલ
કિરણ પિયુષ શાહ