હે માનવ!થોડી દયા તો જાત પર કર,
બચાવી લે પર્યાવરણ, ન ખુદનો અંત કર.
મોજ શોખ, સુખ સપનાનો તું ભંગ કર,
પ્રગતિનાં નામ પર, વિનાશનો ન સંગ કર.
પશુ,પક્ષી, વૃક્ષો પર થોડો તો રહેમ કર,
નિર્દય થઈ, નાશ કરતાં થોડી તો શરમ કર.
પ્રદૂષણનાં પ્રચંડ રાક્ષસનો સંહાર કર,
પ્રકૃતિને ખોળે,જીવનને સદાબહાર કર.
એક દિવસની ઉજવણીનો ન દંભ કર,
મૂલ્યવાન પ્રકૃતિને જાળવવાનો આરંભ કર.
✍️ સરગમ
-Priyanka Chauhan