ચાલ હાથમાં તે હાથ લઇ ચાલી એ વરસાદમાં,
ભીંજીને ભીંજાઈએ વરસાદી વ્હાલમાં .
તું પહેરે ઘનઘોર વાદળ ને હું ઘેઘુર ઘટા,
ભીંજાઈને માણીએ આ પ્રેમની છટા.
તુને ઓગળને થોડું હું યે ઓગળું,
પછી વરસ ધોધમાર ને પલાળી દે સઘળું.
વાતો થોડી ને પલળવાનું ઝાઝું,
આ તો મૌસમનો મિજાજ છે,
એનું કહેવાય ના કાંઈ હાચ્ચુ.
માટે વરસ ધોધમારને પલાળી દે સઘળું.
ચાલ હાથમાં તે હાથ લઈ ચાલીએ વરસાદમાં,
ભીંજીને ભીંજાઈ એ વરસાદી વ્હાલમાં.
🥰💞🥰