તો શકું..
વૃક્ષ પર માળો બનાવી તો શકું
પ્રેમથી ડાળે ઝુલાવી તો શકું.
રંગ નોખા ભાત નોખી તોય ત્યાં
સાથ જીવનભર અપાવી તો શકું.
વ્હાલ વાવ્યું જિંદગીભર ત્યાં કહો,
છે હૃદયસ્થ એ જતાવી તો શકું.
વાત લાંબી પ્રેમમાં ચાલી અહીં,
પળ અવિનાશી લખાવી તો શકું.
ગીત મીઠાં પ્રેમનાં ગાતાં રહીં,
યાદને દિલમાં વસાવી તો શકું.
નામ સોહાગી સદા પાડ્યું પછી,
એ છબી મનમાં મઠાવી તો શકું.
જાત પંખીની અહીંયા શિખવે,
સાથ દુઃખ સુખમાં નિભાવી તો શકું.©
કાજલ
કિરણ પિયુષ શાહ