*પરાકાષ્ઠા.....*

ઊંધરેટી...
ન!
નશાથી બોઝિલ
આંખો ધીરેથી ખોલી
આસપસ નજર ફેરવતા..
નજર
દૂર જોવા મથી...
બારી બહાર..
સૂર્યનારાયણ એની પૂરી ફોજ સાથે હાજર હતાં...
બાજુમાં પડેલ મોબાઈલ થાકી હારી નિશ્ચેત પડયો હતો..
એલાર્મ દરવાજે ક્ષતવિક્ષત દશામાં...
ઓહહહ!
આ કાલનો હેંગઓવર..
ટેબલ પર પડેલ ખાલી ગ્લાસ ને બોટલ..
મંચીગની ડીશ...
તો...
શું એ સ્વપ્ન ન હતું..?
તો શું તું રાત્રે આવેલી...?
પણ
એ શક્ય જ ક્યાં છે?
તું તો...
(નજર સામે દિવાલ પરની છબી પર સુખડનો હાર અને હસતો ચહેરો)
ઓહ...
આતો પ્રેમની ...
ના!
તારા વિરહની પરાકાષ્ઠાની ક્ષણ
અત્ર.તત્ર સર્વત્ર તું ને તું જ...©

"કાજલ"
કિરણ પિયુષ શાહ

Gujarati Poem by Kiran shah : 111878800

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now