*છળાવો.....*
અવની પર
અંધકારના ઓળા ધીરે ધીરે
પગ જમાવતા હતાં,
ચામાચિડિયા,
તમરા ને ચીબરીનાં અવાજ..
વાતાવરણને વધારે ને વધારે ડરામણું બનાવતો હતો.
એવાંમાં ...
દૂર દૂર પાયલની રુમઝુમ અને દર્દીલો સ્વર....
એક મૂસાફર.. આગંતુક
અનાયાસ... ખેંચાયો એ સ્વર ભળી..
અવનીના આ રૂપને નજરથી પીતો.....
ઉતાવળા ડગલાં ભરતો..
ત્યાં... આભ પર ચંદ્રનું આગમન..
અંધકારને ચીરતું... જાણે...
પ્રકાશનું કિરણ.. ને
નદીકિનારે...
ખળભાખળું (મળસ્કે)સમજી...
શ્વેતવસ્ત્રોમાં સજ્જ
અનુપમ રૂપની સામ્રાજ્ઞી
પનિહારી....
હાથમાં ઘડો લઈ
કિનારે બેઠી
વિચારમગ્ન ...
ગીત વિરહનું ગણગણતી...
બેધ્યાન.. ખુદમાં ઓતપ્રોત...
પણ એની તરફ નજર કરતાં
આગંતુક સ્તબ્ધ...
આતો....આતો... ઓહહહ!
છળાવો..©
"કાજલ"
કિરણ પિયુષ શાહ