“મારો ભાઇ”
પ્રથમ પોપચા ખોલું ત્યાં પરમાત્મા દેખાય,
બીજી દ્રષ્ટિએ જગતજનની, ત્રીજીનજરે પિતા,સર્વત્ર નયન ફેરવતાં ભાઈલો સમીપ દીસે,,
બાળપણે કેડમાં લઈને ફરતો મારો ભાઈ,
પા..પા..પગલી ભરવતાં શીખવતો મારો ભાઈ,
બાલમંદિરથી બારધોરણે અક્ષરજ્ઞાન દેતો મારો ભાઈ,
માપમાં માયા બાંધવીને, વાણી, પર, ક્રોધ પર કાબુ રખાવતો મારો ભાઈ,,
કોલેજના દરવાજે કિસ્મતના દરવાજે ખોલાવા મોકલતો મારો ભાઈ,,
સમયે-સમયે મળશે બધું,,,આંધળીદોટ કયારેય ન મૂકવી તેમ શીખવતો મારો ભાઈ,,
સમજણ બુદ્ધિ માં પિયુને પસંદ કરવામાં સાચો માર્ગ બતાવતો મારો ભાઈ,,
સાચા સાથીને મેળવી આપી..
"કડવા નીચેને મીઠાં ઉપર રખાવતાં સમજાવતો મારો ભાઈ,
અમ ચારેય બેનડીઓના દરેક વ્યવહાર સાચવતો મારો ભાઈ,
કયારેય પિતાની ખોટ યાદ ન કરાવતો મારો ભાઈ,
ભાઈ તો હોયજ પરંતુ વંશપરંપરાગત દાદાના સંસ્કાર લઈ અવતર્યો ભત્રીજો...
સુખમાં સાથે ન હોય ભલે કિન્તુ દુઃખ માં હરદમ સાથ નિભાવતો ભાઈભત્રીજો...
આજે હોય ભલે ભાઈનો દિવસ મારા માટે હરહંમેશ છે સોનાનો દિવસ,,,
જેના સંગ હોય આવો અણમોલ ભાઈ,,પ્રભુ આ ભવે નહિં પણ જન્મોજનમ આપજો મુજને આવો ભાઈ...