લોકો તો કંઈ લખે બાપ!
ઘડ્યો તો કાવ્ય સંગ્રહ.
આજ છતાંય હું લખું,
નવું સહજ એ નામે.
લખું એક કાગળ ફરી,
કેટલાય ગયા દી' વીતી.
ફરી એજ ચોત્રી અક્ષરમાં
ક્યાંથી હમાવું તુજ ભાવ માં?
મધર્સ ડે ના ગાણા થયા,
ફોટો રાખી દેખાડાય બવ.
એક જ દી' માં પર હેત હેલે,
બાકી વરહ તો ક્યાંય ખેલે.
તારું મારું તો શું કવ માં,
મારી વાત તકી પહોંચે બવ.
ક'દી ઘેર તું રાહ જોતી હોય,
જમવા તારે હાથ મળે તો બવ.
લોક અણહમજુ હે આ માં,
માં હારેના દી' દેખાડામાં...
વરહો વીત્યાં કેટલાયના,
પૂછી લ્યો એ હૈયા ને,
લોહી લથબથ ભરેલમાં,
તોય ખાલીપો કેટલોય ર્યે.
એટલું ઝંખું કદી કે આવું તયે
છાતીએ ચાંપી મને વ્હાલ દયે.
મુજ માથું તુજ પગ તળિયે,
માં લગાડી રાખે જીવની લગી.
વાત મારી આ થકી કાગળ,
આધુનિક છતાં પોંચે તને.
જવાબ વળતો તારો,
ચાલશે મને નઈ જો આવે.
થાય જેદી તો બવ નઈ પણ,
હૈયે તારે બસ યાદ ધરજે માં.
મારી વધુ અન્ય પોસ્ટ માટે ઈન્સ્ટાગ્રામ @bittushreedarshanik પર સંપર્ક કરી શકો છો.
#સખી_માં
#બીટ્ટુની મમાં
#લાલીમાં
#દર્શના_માં