"મા"
વાદળ બની એ વચ્ચે આવી જાય છે,
કોઈ જયારે લાલ આંખ કરવા જાય છે.
વાંક મારો છે કે સામેવાળાનો પછી જુએ છે,
પહેલા તો મારી પડખે ઉભી રહી જાય છે.
વાસ્તવિકતાને વાર્તા સાથે એવી રીતે જોડે,
ભાવ,અભાવ,સ્વભાવને સમજાવી જાય છે.
એકલતાનાં આઘાતમાં પણ હું બોલું "મા",
ત્યાં તો પ્રેમભર્યા વાદળ બની વરસી જાય છે.
હોય પાસે કે ના હોય, "મા" શબ્દ જ કાફી છે,
ઉદાસીને ઉડાડી નવી ઉજાસ કરી જાય છે.
રોનક ચંદ્રકાન્તભાઈ જોષી.
"રાહગીર".