*લોચન...*
૧)
હરિ તારી
પથ્થરની પ્રતિમાનાં
બંધ લોચન
છતાં નજર
ભીતર આરપાર ઉતરતી.
૨)
સ્વર મીઠો સાંભળી
નજર એ તરફ કરી
સાગર જેવા લોચન..
લાગ્યું જીવનભર્યુ..
ત્યાં કાળા કાચ હેઠળ
ખાલીપો દેખાયો..
૩)
નજર ઉતારી
કાળું ટપકું કર્યું..
હાસ્ય વેરતી ઢીંગલીએ
કાખધોડી લીધી
એ જોતાં
લોચનિયા ભીનાં
૪)
પ્રકૃતિ ખીલીને
વહેલી સવારે
પર્ણો પર
ઓસ પથરાય
જાણે ભીનાં લોચનિયાં
પ્રકૃતિનાં.©
"કાજલ"
કિરણ પિયુષ શાહ