જીવનમાં અમુક ક્ષણે એવી વ્યક્તિની અણધારી મુલાકાત થાય છે કે જે હૃદયમાં તેની યાદ છોડીને જાય છે, ખબર નથી હોતી કે' વ્યક્તિ આપણા જીવનમાં ક્ષણ પુરતી જ કેમ આવી હશે ?પરંતુ તેની વાણીની ફૂટેલા સ્વરો હૃદયમાં અંદર સુધી યાદ છોડીને જાય છે .અણધારી વ્યક્તિ ક્યારેક આપણા જીવનમાં ખુશીઓનો ભંડાર પણ ભરી દેતી હોય છે. પરંતુ એ વ્યક્તિ ક્ષણ પુરતી આવીને ક્યારેક આપણાથી દૂર થઈ જાય છે એની ખબર પણ પડતી નથી.