ગુજરાત મળ્યુ આંદોલનથી,
કોઇ લાડલાની કુરબાનીથી,
તૂ પાન મસાલા થૂંકીને આ ભૂમિને શરમાવતો નહીં,
ગાળો જાહેરમાં બોલીને સંસ્કાર ભૂમિના ભૂલતો નહીં.
ગંદકી રોજ તૂ કરતો હો તો કહેતો નહીં હું ગુજરાતી,
ખુલ્લે લઘુશંકા કરતો હો તો કહેતો નહીં હું ગુજરાતી.
રોડની વચ્ચે ઊભો રહી તૂ કહેતો નહીં હું ગુજરાતી,
ટ્રાફિકના નિયમ તોડતો હો તો કહેતો નહીં હું ગુજરાતી.
ભણતર તારુ છો અંગ્રેજી પણ દિલમાં રાખ તુ ગુજરાતી,
ભાષા પર તારી ગર્વ ના હો તો કહેતો નહીં હું ગુજરાતી.
હો વસ્યો ભલે વિદેશ જઇ અણમોલ ધરોહર ભૂલતો નહીં,
માત્રુ ભૂમિનુ ઋણ ચૂકવવુ આજીવન તૂ ભૂલતો નહીં.
જય જય ગરવી ગુજરાત કહી મિથ્યાભિમાની બનતો નહીં,
તૂ ખુદ ભૂમિનુ ગૌરવ થઇ કહેતો રહેજે હું ગુજરાતી.
- "ભીતર..."